વાંકાનેરમાં સ્મશાન પાસે દેશી દારૂનો વેપલો બંધ ન થાય તો જનતા રેડ કરાશે

- text


સ્થાનિક લોકોએ વાંકાનેર સીટી પીઆઇને રજુઆત કરી દેશીનો ધંધો બંધ કરવાની માંગ કરી

વાંકાનેર : વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના લોકોના સ્મશાન પાસે અમુક અસામાજિક તત્વો કોઈની શહે શરમ વગર દેશી દારૂનો ધંધો કરતા હોવાથી અને આવરાતત્વોના ખેલથી લોકો પરેશાન થઈ ગયા છે. આથી સ્થાનિક લોકોએ વાંકાનેર સીટી પીઆઇને રજુઆત કરી દેશીનો ધંધો બંધ કરવાની માંગ કરી છે. અન્યથા જનતા રેડની ચીમકી આપી છે.

- text

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના લોકોએ વાંકાનેર સીટી પીઆઇને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, અનુસૂચિત જાતિના લોકોના રહેઠાણ નજીક તેમનું સ્મશાન આવેલું છે. પરંતુ સ્મશાન પાસે અમુક અસામાજિક તત્વો દેશી દારૂનું બેરોકટોક વેચાણ કરે છે. સ્મશાન પાસે દેશી દારૂના વેચાણથી ભારે મુશ્કેલી પડે છે અને સમાજના લોકો ભારે હેરાન પરેશાન થાય છે. આ દેશી દારૂનો ધંધો બંધ કરવા અગાઉ પણ લોકોએ પોલીસને રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા દેશીનો ધંધો ધમધોકાર ચાલુ છે. આથી ફરીથી રજુઆત કરી હવે જો આ દેશી દારૂનો ધંધો બંધ નહિ થાય તો તેના ઉપર જનતા રેડ તેમજ ગાંધી ચિધ્યા માર્ગે લડત ચલાવવાની ચીમકી આપી છે.

- text