વાંકાનેરના મહાવીરનગર પાસે પાલિકા દ્વારા કચરો ઠાલવાતા હાલાકી, કચરાનો યોગ્ય નિકાલ કરવા રજૂઆત

- text


વાંકાનેરઃ વાંકાનેરના રહેણાંક વિસ્તાર મહાવીરનગરની બાજુમાં જ નગરપાલિકા દ્વારા કચરાના ટ્રેક્ટર ઠલવાતા હોવાથી આસપાસના લોકોના આરોગ્યને હાનિ પહોંચી રહી હોય આ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

ચીફ ઓફિસરને મહાવીરનગરના રહીશોએ કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રહેણાંકના હેતુસર મહાવીરનગર નામની સોસાયટી આવેલ છે. જેમાં અંદાજે ૨૩૧ મકાનો પૈકી ૨૦૦ થી વધુ ઘરોમાં લોકો રહે છે. અમારી બાજુમાં જ સરકારી ખરાબો આવેલો છે જે આપની હદમાં (વિસ્તારમાં) આવતો હોવાથી આપ જનતાના સેવક હોય આપને વિનંતી કરવામાં આવે છે કે છેલ્લા ૩ મહિનાથી વાંકાનેર નગરપાલિકા દ્વારા અહીંયા દરરોજના ૨૦ જેટલા કચરાના ટ્રેક્ટરો ઠાલવવામાં આવે છે. જેથી આ કચરાનો યોગ્ય નિકાલ થતો ન હોય અને અમારા રહેણાંક વિસ્તારમાં ૨૦૦ જેટલા કુટુંબો વસવાટ કરતા હોય અમારા આરોગ્યને હાની પહોંચે છે અને વધુમાં આજ સર્વે નંબરની બાજુમાં સરકારની હેલીપેડની જગ્યા પણ આવેલ હોય તે જગ્યા પણ દુષિત થાય છે. તો તાત્કાલિક અસરથી આ કચરાના ટ્રેકટરો બંધ કરાવી કચરાનો યોગ્ય નિકાલ કરાવી આપવા રજૂઆત કરાઈ છે.

- text

- text