ટંકારામાં રોગચાળા સામે આરોગ્ય વિભાગની ચાલુ વરસાદે કામગીરી

- text


ટંકારા : ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને પગલે મેલેરિયા રોગો કે મચ્છરનો ઉપદ્રવ ન થાય એ માટે આરોગ્ય વિભાગે ચાલુ વરસાદે કામગીરી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે આજે આરોગ્ય વિભાગના ટીએચઓ આશિષ સરસાવડીયા, ડો. ભાસ્કર વિરસોડિયાની દેખરેખ હેઠળ સુપરવાઇઝર હિતેષભાઈ પટેલ, MPHW પંડયા ધવલ સહિતનાઓએ આજે વરસતા વરસાદમાં ઘરે ઘરે જઈ મેલેરિયા ડેન્ગ્યુનો સર્વે કરી તાવ, ઉધરસ, શરદી, દુખાવા માટે સ્થળ પર જ લોહીના નમૂના લેવાયા બાદ ત્યાં જ સારવાર હાથ ધરી હતી. સાથે સાથે તંત્ર એ મચ્છરનો ઉપદ્રવ ન ફેલાય એ માટે જરૂરી સુચનાઓ પણ આપી હતી.

- text

- text