ટંકારા તાલુકામા લમ્પી વાયરસે જોર પકડ્યું

- text


કરુણા એમ્બ્યુલન્સ દ્વારા 5 દિવસમાં 15 પશુઓની સારવાર કરાઈ

ટંકારા : ટંકારા તાલુકામાં પશુઓમા લમ્પી વાયરસની બીમારી વકરી રહી છે.ત્યારે 1962 કરુણા એમ્બ્યુલન્સ સતત કાર્યશીલ કરી 5 દિવસમાં 15 પશુઓની સારવાર કરી હતી.

છેલ્લા ઘણા દિવસથી ટંકારા તાલુકામાં લમપી વાયરસની બીમારીથી ઘણા પશુઓ બીમાર પડી રહયા છે.ત્યારે ટંકારા શહેર વાસીઓ દ્વારા 1962માં કરુણા એમ્બ્યુલન્સ ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં શહેર લગભગ 15 પશુઓની સારવાર છેલ્લા 5 દિવસમાં કરવામાં આવી છે. તેમજ ગામડામાં કાર્યરત MVD( મોબાઈલ પશુ દવાખાનું ) જેમકે સજનપર,નેકનામ તેમજ સાવડી મુખ્ય મથક ખાતે તેમજ તેમાં સમાવેશ થતા ગામડામાં ખડે પગે રહી સેવા પ્રદાન કરી રહી છે.

- text

આ બીમારીમાં પશુ શરીરનું તાપવાન વધવું તેમજ મોઢામાં લાળો પડવી અને શરીરમાં ફોડલા થવા જેવા લક્ષણો જોવા મળે છે. આવા કોઈ પ્રકારના લક્ષણો જો જોવા મળે તો 1962 માં સમાવેશ થતા દરેક ગામડાઓ દ્વારા 1962નો સંપર્ક કરવા અપીલ કરી છે.

 

- text