મોરબી વોર્ડ નંબર 11માં રસ્તાના અધૂરા કામ પુરા કરવા ચીફ ઓફિસરને રજૂઆત

- text


મોરબીઃ મોરબી શહેરના વોર્ડ નંબર 11માં આવેલા શનાળા બાયપાસ પાસેના લાયન્સનગર, ગોકુલનગરના મેઈન રોડ પર અધૂરા કામને કારણે લોકોને ચાલવામાં પડી રહેલી મુશ્કેલી અંગે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

અબ્દુલ બુખારીએ ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, શનાળા બાયપાસ પાસે લાયન્સનગર, ગોકુલનગરનો મેઈન રોડ એક સાઈડ પૂરો થવાની તૈયારીમાં છે પણ એક સાઈડ નવો રોડ હોવાથી ઉપર કેમ ચાલવું ? રોડ ઉપર ચાલવા જતાં પહેલાં જ ખાડા પાણીથી ભરાયેલા છે જેમાં નાના માટો વાહન પણ ચાલી શકે તેમ નથી. કાદવના લીધા વાહનો સ્લિપ થઈ જાય છે જેથી અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેથી આ ખાડા ખબડાવાળા રોડની જગ્યાએ આ વિસ્તારની જનતાને નવા રોડ પર ચાલવાનો લાભ મળે તેવી માંગણી કરાઈ છે. વહેલી તકે પહેલા નાકુ બનાવી રોડ ઉપર જવાનો રસ્તો બનાવી આપવામાં આવે તેવી રહીશોની માંગણી છે.

- text

- text