વરસાદ અપડેટ : સાંજે 4થી6 દરમિયાન હળવદમાં પોણા બે ઈંચ

- text


ટંકારામાં અડધો ઇંચ, વાંકાનેરમાં 5 મિમી, મોરબીમાં વિરામ

મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ મુકામ કર્યો છે અને સવારથી ધીમીધારે વરસાદ વરસાવી રહ્યા છે જો કે આજે સાંજે હળવદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો એટલે હળવદના આજે 4થી 6 દરમિયાન પોણા બે ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.

- text

મોરબી જિલ્લામાં આજે સવારથી છૂટી છવાઈ મેધસવારી આવી પહોંચી છે અને કટકે કટકે વરસાદ પડી પડી રહ્યો છે. પણ હળવદ સાંજે 4 થી 6 દરમિયાન મેઘરાજાએ ભારે વ્હાલ વરસાવ્યું હતું. મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં આજે સાંજે 4થી 6 દરમિયાન વરસાદના નોંધાયેલા આંકડા હળવદમાં 43 મિમી, ટંકારામાં 12 મિમી અને વાંકાનેરમાં 5 મિમી વરસાદ નોંધાયો છે જ્યારે મોરબી અને માળિયામાં મેઘવીરામ રહ્યો હતો.

- text