સૌરાષ્ટ્ર યુનિ.ના B.Com Sem-4ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજનો ડંકો

- text


અન્ય એક વિદ્યાર્થીએ અકાઉન્ટિંગમાં 100 માંથી 100 ગુણ મેળવેલ

મોરબી :સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના B.Com Sem-4ના પરિણામમાં પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓએ યુનિવર્સીટી પ્રથમ ક્રમાંકે અને અકાઉન્ટિંગમાં 100 માંથી 100 ગુણ મેળવી મેદાન માર્યું છે.

કોલેજકક્ષાએ પરિણામોમાં હર હમેશા મોખરે રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજે ચાલુ વર્ષે B.Com sem-3 બાદ B.Com Sem-4 ના પરિણામમાં પણ યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં B.Com Sem-4 જાહેર કરવામાં આવેલ છે.જેમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની સોનાગ્રા જશવંતીબેન માલાભાઈએ સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.આ ઉપરાંત સોનાગ્રા જશવંતીબેન માલાભાઈ અને કોલેજની અન્ય એક વિધાર્થીની કોટેચા હેલી પરાગભાઈએ Accounting-4 વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરીને પરિવાર, કોલેજ તથા સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

- text

બંને વિધાર્થીનીઓને આ અનેરી અને ઉચ્ચતમ સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા,આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે શુભકામનાઓ પાઠવી હતી.

- text