ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ટેકનીશીયનની પ્રતીનીયુક્તી રદ કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત

- text


ટંકારા : સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે લેબોરેટરી ટેકનીશીયનનું જી.ક્ષ.કેન્દ્ર મોરબી ખાતેની પ્રતીનિયુક્તી રદ કરવા અંગે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના કમિશનર,વિભાગીય નાયબ નિયામક અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને મોરબી જિલ્લા પંચાયતના સદસ્યએ રજૂઆત કરી છે.

મોરબી જીલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે લેબોરેટરી ટેકનીશીયનની જગ્યા મંજુર થયેલ છે અને હાલમાં ભરેલ હોવા છતાં સ્થાનિક લોકોને તેનો લાભ મળી શકતો નથી અને પ્રાઇવેટ લેબોરેટરી કરવી પડતી હોય છે.ગરીબ દર્દીઓને આર્થિક ભારણ વેઠવું પડે છે કારણ કે તેનું ડેપ્યુટેશન ઘણા સમયથી જીલ્લાના સામુહિક કેન્દ્ર મોરબી ખાતે ચાલું છે. જેથી સ્થાનિક પ્રજાને અન્યાયકારી છે

- text

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા કેમીસ્ટરી લોબોરેટરી ટેકનીશીયનની આયાલાણી તેનું ડેપ્યુટેશન તાત્કાલિક રદ કરી મૂળ જગ્યાએ પરતે મૂકવા સ્થાનિક આગેવાનો અને જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના કમિશનર,વિભાગીય નાયબ નિયામક અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છીએ.જેથી ગામડાની ગરીબ પ્રજાને આર્થિક નુકશાન થતું અટકાવી શકાય.

 

- text