જિલ્લા પંચાયતના નવા નકોર બિલ્ડીંગમાં પોપડા ઉખડતા કોન્ટ્રાકટર પાસે રીપેરીંગ શરૂ

- text


રીનોવેશનની ફરી થઈ રહેલી કામગીરીમાં પણ થૂંકના સાંધા!!

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની નવી બનેલી બિલ્ડીંગમાં હાલ પોપડા ઉખડી ગયા હોય જેથી ફરીથી રીનોવેશનની કામગીરી થઈ રહી છે. પરંતુ આ કામગીરી પણ નબળી થઈ રહી હોવાનું જણાય આવે છે. હાલ કરવામાં આવી રહેલા થૂંકના સાંધા કેટલો સમય રહે તે જોવાનું રહ્યું!!

મોરબી જિલ્લા પંચાયતની બિલ્ડીંગમાં આડેધડ અને નબળું કામ થતું હોય જેથી મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેથી હાલ ફરીથી રીનોવેશનની કામગીરી કોન્ટ્રાક્ટરો દ્વારા શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી પણ થુંકના સાંધા સમાન જોવા મળી રહી છે. થોડા જ દિવસોમાં ફરી પોપડા ઉખડવાનું શરૂ થાય તો નવાઈ નહીં!! અને આ કામગીરી કેટલો સમય ચાલે તે પણ જોવું રહ્યું.

આમ, જિલ્લા પંચાયતની બિલ્ડીંગમાં બબ્બે વખત રીનોવેશનની કામગીરી થતા આવી કામગીરી સામે નગરજનોમાંથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે હાલમાં તો જિલ્લા પંચાયતના શાસકો દ્વારા કોન્ટ્રાકટર પાસે રીપેરીંગ કાર્ય કરાવી સંતોષ માની લેવાયો હોવાનો ઘાટ સર્જાયો છે.

- text

- text