વાંકાનેરમાં શુક્રવારે ઋગનાથજી મંદિરે ધ્વજા દંડનું આરોહણ

- text


વાંકાનેર : વાંકાનેરમાં આગામી શુક્રવારે ઋગનાથજી મંદિરે ધ્વજા દંડનું આરોહણ કરવામાં આવશે.જેમાં યજ્ઞ,ગણેશ સ્થાપન,અગ્નિ સ્થાપન વગેરે જેવા કાર્યક્રમો કરવાંમા આવશે તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

વાંકાનેર ખાતે આવેલ ઋગનાથજી મંદિરની પ્રેરણારૂપ નુતન નિર્મિત ધ્વજા દંડનું આરોહણ આગામી તા.8 ને શુક્રવારના રોજ કરવામાં આવશે. જેમાં તા.8 ના રોજ સંતોના આશીર્વચન સવારે 8:30 કલાકે,તા.7 ના રોજ છબીરામદાસ મહારાજના હસ્તે સવારે 7:30 કલાકે યજ્ઞ પ્રારંભ,સવારે 8 કલાકે ગણેશ સ્થાપન,બપોરે 11 કલાકે અગ્નિ સ્થાપન,બપોરે 3:30 કલાકે ધ્વજા દંડ પૂજનવિધિ(યજ્ઞ મંડપમાં પૂજનવિધિ)થશે.તા.8 ના રોજ સવારે 7:30 કલાકે દેવતા પૂજન,સવારે 9 કલાકે છબીરામદાસ મહારાજ અને સંતો તેમજ સેવકગણના હસ્તે ધ્વજા દંડ શિખર ઉપર સ્થાપના અને બપોરે 12 કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ(બીડું હોમવાનું) થશે.યજ્ઞ આચાર્ય સ્થાને શાસ્ત્રી રાકેશભાઈ જોશી હાજર રહેશે. મહાપ્રસાદ બપોરે 11 કલાકે બ્રાહ્મણની ભોજન શાળા,રામ ચોક,વાંકાનેર ખાતે રાખવામાં આવ્યો છે.

- text

- text