મોરબી જિલ્લામાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા‘ વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથને પ્રસ્થાન કરાવશે

- text


૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વિકાસયાત્રા રથ ગામડે-ગામડે ફરી રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલ જન કલ્યાણના કાર્યોની ઝાંખી કરાવશે

મોરબી જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ અંતર્ગત વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત તથા લોકોને વિવિધ યોજનાઓનો લાભ અપાશે

મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે એલ.ઈ.કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથને પ્રસ્થાન કરાવશે.

આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસના પથ પર ભરેલી છલાંગની યાત્રાને જનજન સુધી પહોચાડવા માટે સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથો તા.૫ થી ૧૯ જુલાઈ દરમિયાન ગામે ગામ પરિભ્રમણ કરશે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિકાસયાત્રા રથ ગામડે-ગામડે પરિભ્રમણ કરીને મોરબી જિલ્લા સહિત રાજ્યની ૨૦ વર્ષની વિકાસયાત્રાની આબેહુબ છબી લોકો સમક્ષ પ્રદર્શિત કરશે.

- text

વંદે ગુજરાત રથના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વમંત્રી જયંતીભાઈ કવાડીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મોરબી માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા સહિત સ્થાનિક પદાધિકારીઓ/અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહેશે.

- text