મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા કાલે મંગળવારે વિનામુલ્યે રોપાનું વિતરણ

- text


 

મોરબી: આવતીકાલે તારીખ 5 જુલાઈ ને મંગળવારના રોજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે વિવિધ રોપાનું વિતરણ કરવામાં આવનાર છે.

આવતીકાલે 5 જુલાઈ ને મંગળવારના રોજ સતેશ્વર મહાદેવ, શનાળા રોડ, મોરબી ખાતે ‘મારુ મોરબી હરિયાળું મોરબી’ મુહીમ અંતર્ગત લાયન્સ ક્લબ મોરબી સિટી દ્વારા દર વર્ષની માફક રોપાનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. જેમાં ઔષધીય, ફળાવ તેમજ ઓક્સિજન આપતા રોપાનું વિતરણ કરીને મોરબીને હરિયાળું બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારે જાહેર જનતાને રોપા લઈ જવા અને તેનું જતન કરી મોરબીને હરિયાળું બનાવવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે (મો. નં. 9825850565, 9825203315) પર સંપર્ક કરવો.

- text

- text