મોરબીના મયુર પુલ ઉપરથી યુવાનની મોતની છલાંગ

- text


સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા તપાસ શરૂ

મોરબી : મોરબી શહેરના મયુર પુલ ઉપરથી આજે વહેલી સવારે કોઈ અજાણ્યા યુવાને મોતની છલાંગ લગાવી મોત વહાલું કરી લેતા આ યુવાનના વાલી, વર્ષ પરિવારજનોને શોધવા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસની ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે મોરબી શહેરના મયુર પુલ ઉપરથી અંદાજે 42થી 45 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર મચ્છુ નદીમાં મોતની છલાંગ લગાવતા નદીના પટ્ટમાં પડેલા પથ્થરો ઉપર પટકાતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનના વાલી, વર્ષ પરિવારજનોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.

- text

- text