સાંથણીની જમીન માંગનાર દિવ્યાંગને 18 વર્ષની લડતમાં ન્યાયને બદલે મળે છે માત્ર ઠાલા આશ્વાસન !

- text


ટંકારાના વતની દિવ્યાંગે ફરીથી જિલ્લા કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો

મોરબી : મૂળ ટંકારના વતની અને હાલ મોરબીમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિ છેલ્લા 18 વર્ષથી ન્યાય માટે સરકારી કચેરીના પગથિયાં ઘસી ઘસીને થાકી ગયા, તેમજ સાથણીની જમીન મેળવવા માટે 18 વર્ષથી સતત લડત ચાલવી રહ્યા છે. પણ દરેક વખતે ન્યાયને બદલે માત્ર ઠાલા આશ્વાસન જ મળે છે. સરકારી તંત્રની આ વિકલાંગ વ્યક્તિ સાથે આવી ક્રૂર મજાક છતાં તેઓ હિંમત હાર્યા નથી અને લડત ચાલુ રાખી છે. જેમાં ફરીથી જિલ્લા કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરનાર મૂળ ટંકારાના નાના ખીજડીયાના અને હાલ મોરબીના વરણ નરશીભાઈ ભીખાભાઈ બન્ને પગે વિકલાંગ છે. તેઓ 2008મા પણ ટંકારા ખાતે સાંથણીની જમીનની માંગણી માટે ઉપવાસ આંદોલન પર બેઠા હતા ત્યારે ઞ્રામ પંચાયત સભ્યો અને અધિકારીગણ દ્વારા સમજાવી આંદોલનનો અંત લાવેલ હતો.દરમિયાન 2018 એટલે કે દસ – દસ વર્ષ સુધી કોઈ પણ જાતનુ નિરાકરણ નહી આવતા 2018 મા ફરી વરણ નરશીભાઈ ભીખાભાઈ આંદોલન પર બેઠા હતા.

તે દરમિયાન આંદોલન વખતે પણ મામલતદાર ટંકારા અને પ્રાંત અધિકારી મોરબી દ્વારા જમીન સાંથણીમા પ્રકરણ મુકવાની પ્રક્રિયા બાબતે
કલેક્ટર-મોરબી દ્વારા સમજુતી કરાવી તથા દિન 10 મા ડી. આઈ. એલ. આર-મોરબી દ્વારા આ જમીનની માપણી થઈ જવા ખાત્રી આપવામાં આવી હતી.

- text

આ ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ હકારાત્મક અભિપ્રાય રજુ થયેથી પ્રાંત અધિકારી- મોરબી દ્વારા દિન 30 મા જાહેરનામું બહાર પાડવામાંઆવશે તેવી વહિવટી તંત્ર વતી ખાત્રી આપવામાં આવી છતા ગુજરાત સરકારના પરિપત્ર (પાર્ટ ફાઈલ) નુ અમલવારી કરવામાં આવેલ નથી.આજે 18 વર્ષેથી એક વિકલાંગને આ સરકારના અધિકારીઓ દોડાવી રહ્યા છે. આમા જવાબદાર તમામ વ્યક્તિઓ પર કાર્યવાહી હાથ ધરી તેમના પર કાનુની કાર્યવાહી કરવામા આવે તેમજ ઉપવાસ આંદોલન પર બેઠેલ વરણ નરશીભાઈ ભીખાભાઈને ન્યાય આપવાની માંગ સાથે સામાજિક કાર્યકરો અશ્વિનકુમાર એચ ટુંડીયા, પ્રવિણભાઈ ચૌહાણ, આરીફભાઈ બ્લોચએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.

- text