હદય રોગના નિષ્ણાંત ડો. પાર્શ્વ વોરા શુક્રવારે વાંકાનેરમાં, ખાસ ઓપીડીનું આયોજન

છાતીમાં દુખાવો , એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ, હાઈ બ્લડ પ્રેશર, હદયના વાલ્વની તકલીફ, બાળકોમાં થતી હદય રોગની તકલીફો, ધબકારા વધી જવા સહિતના રોગોનું સચોટ નિદાન કરાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેરના લોકોને હદયરોગના નિષ્ણાંત તબીબની સેવા ઘર આંગણે જ મળી રહે તેવા ઉદેશ સાથે શ્યામ હોસ્પિટલ ખાતે ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ ડો. પાર્શ્વ વોરાની ઓપીડીનું આયોજન આગામી શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે.

સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી ડોકટર પાર્શ્વ વોરા ( MD, DM – કાર્ડિયોલોજી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ) દ્વારા આગામી તા.1 જુલાઈને શુક્રવારના રોજ વાંકાનેરમાં રેલવે કોલોનીમાં અરૂણોદય સોસાયટીમાં આવેલ ડો. પ્રકાશ ધરોડીયાની શ્યામ હોસ્પિટલ ખાતે સવારે 10થી 12 વાગ્યા દરમિયાન ઓપીડી યોજવામાં આવનાર છે.

આ ઓપીડીમાં ચાલવાથી/ સીડી ચડવાથી છાતીમાં દુઃખાવો કે ગભરામણ થવી, એન્જીયોગ્રાફી- એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ, હાઇ બ્લડ પ્રેસર, હદયના વાલ્વની તકલીફ, બાળકોમાં થતી હદયરોગની તકલીફો, બાળકોમાં થતી હદયરોગની તકલીફ, હદયના ધબકારા વધી જવા, હદયરોગની જૂની બીમારી વગેરેનું સચોટ નિદાન કરવામાં આવશે.

ડો.પાર્શ્વ વોરાએ MDની પદવી એમ. પી. શાહ મેડિકલ કોલેજ, જામનગરથી મેળવી છે તથા DM (કાર્ડિઓલોજી)ની ઉચ્ચ પદવી લખનઉમાં આવેલી સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝમાંથી મેળવી છે. ડૉ. પાર્શ્વ વોરા હૃદયરોગ સંબંધિત જટિલ સમસ્યાઓના સચોટ નિદાનનો વ્યાપક અનુભવ ધરાવે છે. અમદાવાદની યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીઓલોજી & રિસર્ચ સેન્ટર અને લખનઉ સ્થિત SGPGIMS હોસ્પિટલ્સમાં તેઓ સેવા આપી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ એચ.સી.જી. ગ્રુપ ઓફ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ કાર્ડિઓલોજીસ્ટ તરીકે કામ કરી ચુક્યા છે.

ડૉ. પાર્શ્વ વોરા નોન ઇન્વેઝીવ કાર્ડીઓલોજી પ્રોસિજર્સ જેવી કે, 2ડી 3ડી ઈકો- કાર્ડીઓગ્રાફી, ટ્રાન્સઇસોફેગલ ઈકો, સ્ટ્રેસ ટેસ્ટ અને હોલ્ટર ટેસ્ટ કરવામાં નિપુણતા ધરાવે છે. ડૉ.પાર્શ્વ વોરા હૃદય રોગના નિષ્ણાત અને અનુભવી હોવા ઉપરાંત, તેમણે તેમની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ઘણા પુરસ્કારો હાંસલ કર્યા છે અને
તેઓ આ ક્ષેત્રે ના નવીનતમ મેડિકલ અપડેટ્સથી સતત માહિતગાર રહે છે

વધુ વિગત માટે તથા એપોઇન્ટમેન્ટ લેવા માટે મો.નં. 9428467271 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.