ટંકારામાં મીની વાવાઝોડુ ફૂંકાતા અંધારપટ્ટ છવાયો : હોર્ડિંગ્સ વેરી બન્યા

- text


માર્ગ અને મકાન વિભાગ મોરબીની લાપરવાહ નીતિને પાપે હાઇવે ઉપર ખડકાયેલા હોર્ડિંગ્સ ફાટી-ફાટીને વીજલાઇનને ચીપકી જતા વીજળી વેરણ

ટંકારા : ટંકારામાં પંથકમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી મીની વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક કાચા બાંધકામ અને ઝૂંપડાના પતરા તેમજ આડશો ઉડાડી દીધા હતા. સાથો સાથ મોરબી -રાજકોટ હાઇવે ઉપર ગેરકાયદે ખડકાયેલા અનેક હોર્ડિંગ ફાટીને મુખ્ય વીજ લાઈનો ઉપર ચોંટી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બીજી તરફ ટંકારા સબસ્ટેશનમાંથી નીકળતા તમામ જ્યોતિગ્રામ ફીડર ભારે પવનના કારણે બંધ કરી દીધા હતા અને જેના કારણે ચોમેર અંધાર પટ છવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે મોડી રાત્રે ટંકારા શહેરમાં પોણા બે ઈચ જેવો તોફાની વરસાદ ખાબકતા તંત્રની પોલ છતી થઇ ગઈ છે, વિજળીના કડાકા ભડાકા સાથે જોરદાર પવન અને વરસાદથી થોડીવાર ટંકારા પંથકમાં રીતસર ભયનું લખલખું પ્રસરી ગયું હતું. પ્રથમ ભારે વરસાદમાં જ દશેરાના દિવસે ધોડા ન દોડે ઉક્તિ સાર્થક થતી હોય તેમ મામલતદર કચેરી ખાતે કાર્યરત ફલ્ડ કંટ્રોલ રૃમનો સંપર્ક માટેનો ટેલિફોન ડુલ થઈ ગયો હતો અને ફોન આવતા જતા બંધ થઈ ગયા છે ત્યારે ખરા ટાણે કોઈને મદદ ની જરૂર પડે તો ભારે થઈ પડે તેમ હોય તઆ બાબતે ફલ્ડ કંટ્રોલના લાયઝનિંગ ઓફિસર અને મામલતદાર પગલાં ભારે તે જરૂરી બન્યું છે.

- text

બીજી તરફ રાજકોટ-મોરબી હાઇવે ઉપર કોઈપણ જાતની મંજૂરી વગર ખડકી દેવામાં આવેલા રાક્ષસી કદના હોર્ડિંગ બોર્ડ મીની વાવાઝોડામાં ફાટીને નજીક આવેલી વીજલાઇનમાં ચિપકી જતા અનેક ગામોમાં હોર્ડિંગ્સના પાપે વીજળી ગુલ થઈ જવા પામી હતી. આ સંજોગોમાં મોરબી માર્ગ અને મકાન વિભાગ આવા ગેરકાયદેસર હોર્ડિંગ્સ તાત્કાલિક દૂર કરાવે તે પણ જરૂરી હોવાનું મનાઈ રહ્યું છે.

- text