એ ગઈ….પાલિકાના પાપે અયોધ્યાપુરી રોડ ઉપર ખુલ્લી ગટરમાં કાર ખાબકી

- text


વારંવાર વાહનો ખાબકતા હોવા છતાં પાલિકા તંત્ર કુંડીનું ઢાંકણ ન નાખતા પ્રજામાં રોષ

મોરબી : એ…..ગઈ…..મોરબીમાં નગરપાલિકાના પાપે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલી ખુલ્લી કુંડીમાં વધુ એક કાર ખાબકી હતી. જો કે સદનસીબે જાનહાની થઈ નથી. પણ વારંવાર ખુલ્લી કુંડીમાં આવા અનેક વાહનો ખાબકતા હોવા છતાં તંત્રની સંવેદના જાણે બુઠ્ઠી થઈ ગઈ હોય એમ કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આયુષ હોસ્પિટલ પાસે ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી ઘણા સમયથી જોખમી બની ગઈ છે. ખુલ્લી કુંડી મોટો ખાડો હોય એમાં ઢાંકણું ન મુક્તા આ ખાડો મોતનો કૂવો બની ગયો છે. અગાઉ અનેક વાહનો આ ખુલ્લા મોતના કુવામાં ખાબકી ચુક્યા છે. છતાં તંત્રની ઊંઘ ઊડી નથી.

હાલ ચોમાસાની સિઝન હોય આ ખુલ્લો ગટરનો ખાડો વધુ જોખમી બની શકે એવી દહેશત વ્યક્ત કરાઈ હતી. કારણ કે, આ ખાડામાં વરસદના પાણી ભરાયેલા હોય એટલે પાણીને કારણે ખાડો ન દેખાતા વાહનો રીતેસર ખાડામાં ખાબકે છે. આવું જ આજે બન્યું હતું. જેમાં વરસાદી પાણી ભરેલા આ ગટરના ખાડામાં એક કાર બુરી રીતે ફસાઇ ગઈ હતી. જો કે ખાસ્સા સમય બાદ મહામહેનતે કારને બહાર કાઢવામાં આવી હતી. પણ તંત્ર કોઈ પગલાં ભરતું ન હોવાથી લોકોને આ યાતના સહન કરવા સિવાય છૂટકો જ નથી.

- text

- text