માળીયા : શુક્રમણી, રત્નમણી અને મેઘપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

- text


જિલ્લામાં નાની બરાર ક્લસ્ટરની શાળાઓમાં ભૂલકાઓના વધામણાં કરીને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

મોરબી :કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણીના બીજા દિવસ અંતર્ગત મોરબી જિલ્લામાં નાની બરાર ક્લસ્ટરની શાળાઓમાં ગાંધીનગરથી આવેલા મહિલા અને બાળ વિભાગના અધિકારી જે.આઇ. લેઉવાની ઉપસ્થિતીમાં માળીયા તાલુકામાં શુક્રમણી, રત્નમણી અને મેઘપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે પણ સમગ્ર રાજ્યમાં અનેક શાળાઓમાં ભૂલકાઓનું નામાંકન કરી શાળામાં વધાવી લેવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાના માળીયા તાલુકાના શુક્રમણી પ્રાથમિક શાળા, રત્નમણી પ્રાથમિક શાળા તેમજ મેઘપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂલકાઓને તેમના શૈક્ષણિક જીવનના પ્રથમ પગથિયે ઉષ્માભેર આવકારવામાં આવ્યા હતા અને તેમના વધામણાં કરી પરંપરાગત રીતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ હતી.

મહાનુભાવો તેમજ દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટ આપીને બાળકોને શાળાના આંગણમાં આવકારવામાં આવ્યા હતા જેથી આ બાલુડા ઓ હરખઘેલા બન્યા હતા. આ તકે પર્યાવરણની જાળવણી માટે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, માળિયા તાલુકા વિકાસ અધિકારી આર.એ. કોંઢીયા, અગ્રણી ચંદુભાઈ હુંબલ અને જ્યોતિસિંહ જાડેજા, એસ.એમ.સી.ના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષક, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા.

- text

 

- text