હળવદમાં ૧૧.૭૦ કરોડના ખર્ચ બે માર્ગનું નવીનીકરણ થશે

- text


હળવદ -વેગડવાવ-રણમલપુર રોડ,હળવદ-ઇગોરળા-કીડી -જોગડના રોડનું કામ મંજુર કરાવતા ધારાસભ્ય

હળવદ : હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી રસ્તાની હાલત ખરાબ છે. તેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રસ્તાની નાજુક હાલતને લઈને ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ સરકારને કરેલી દરખાસ્ત ફળીભૂત થઈ છે.જેમાં હળવદમાં રૂ ૧૧.૭૦ કરોડના ખર્ચના રોડ રસ્તા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના અથાક પ્રયત્નથી મંજૂર કરવામાં આવ્યા છે.

હળવદ વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયાની ભલામણ હળવદ તાલુકાના હળવદ -વેગડવાવ-રણમલપુર રોડ ૩.૭૫ માંથી ૫.૦૦ મી પહોળો કરવ માટે અંદાજીત રકમ રૂ.૮૮૦.૦૦ લાખ, હળવદ-ઇગોરળા-કીડી -જોગડ રોડ રોડ ૩.૭૫ માંથી ૫.૦૦ મી પહોળો કરવા માટે રૂ.૨૯૦.૦૦ લાખની મંજૂરી આપવામાં આવી છે
જે બદલ સ્થાનિક ભાજપના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,માર્ગ અને મકાન વિભાગ મંત્રી પુર્ણશભાઈ મોદી ,ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાનો આભાર માન્યો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, આ માર્ગો લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતા અને રોડનું ક્યાંય નામોનિશાન પણ ન હતું.તેથી લોકોને અવરજવર ભારે મુશ્કેલી પડતી હતી. હવે જ્યારે આ માર્ગો નવા બનાવવા માટે મંજૂરી મળતા લોકોને રાહત તો થઈ છે. પણ ખરેખર આ રોડ સાકાર થશે ત્યારે જ લોકોની મુશ્કેલી હલ થશે.

- text