હળવદના સાપકડા ગામમાં દારૂ પીવા અને વેચવા વાળાની ખૈર નથી ! ગ્રામપંચાયતનો ઠરાવ

- text


દારૂનો ધંધો બંધ કરવા મામલે પંચાયતના ઠરાવ બાદ મહિલાઓમાં પણ હિંમત વધી : સરપંચ સાથેની રજુઆતનો વીડિયો વાયરલ

હળવદ : ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી મજાક સમાન બની છે ત્યારે હળવદના સાપકડા ગામે દેશી દારૂના ધમધોકાર વેપલાને કારણે મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ હોય દારૂડિયાના ત્રાસ તેમજ શેરીએ ગલીએ પાણીના પાણીની જેમ વેચાતા દારૂના ધિકતા ધંધાને બંધ કરવા મહિલાઓ રીતસર જંગે ચડી સરપંચને ઉગ્ર રજુઆત કરતા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ગામમાં અસરકારક દારૂબંધી અમલમાં મૂકવા નક્કી કર્યું છે. આ મામલે સરપંચેપોલીસને રજુઆત કરી ગામમાં દારૂનો ધંધો બંધ કરવા માટે કડક કાર્યવાહી કરવાની રજુઆત પણ કરી છે.

હળવદ તાલુકાના સાપકડા ગામે દેશી દારૂના ખુલ્લેઆમ વેપલા મામલે મહિલાઓએ બંડ પોકાર્યું છે અને ગામની મહિલાઓ સરપંચને રજુઆત કરતી હોય એ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે, મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ સરપંચને દારૂબંધી વિશે રજુઆત કરી રહી છે. સામેપક્ષે સરપંચ કહી રહ્યા છે કે, તમારે દારૂ બંધ કરાવવો છે ને તો હું તમારી સાથે છું, દારૂ બંધ કરવા સરપંચ અનેક પ્રયાસો કર્યા હોવાનું પણ જણાવ્યું હતું. ગામલોકો સુખી રહે તે મારી જવાબદારી છે પણ દારૂના દુષણને કોઈ કાઈ ચાલવી લેવાય નહિ અને પોલીસને પણ રજુઆત કરી છે પણ પોલીસ ક્યારેય આવી ન હોવાનું પણ જણાવ્યું હતું મહિલાઓની ઉગ્ર રજુઆત બાદ સરપંચએ હળવદ પોલીસને રજુઆત કરી સાપકડા ગામમાં દેશી દારૂનો ધંધો બંધ કરવા માટે કડક કાર્યવાહીની માંગ કરી છે.

- text

દરમિયાન નાના એવા સાપકડા ગામમાં દારૂના દુષણને નાથવા માટે ગ્રામ પંચાયત દ્વારા વિધિવત ઠરાવ કરી દારૂની બદી નાબૂદ કરવા નક્કર અને કડક પગલા લેવા જાહેરાત કરતા સાપકડા ગામ સ્વયંભૂ દારૂની બદી નાબૂદ કરવાની પહેલ કરનાર પહેલું ગામ બન્યું છે.

- text