મોરબીમાં સોમવારથી લોહાણા સમાજ દ્વારા વિનામૂલ્યે નોટબૂકનું વિતરણ

- text


માત્ર લોહાણા સમાજના વિદ્યાર્થીઓને જ નોટબૂક અપાશે

મોરબી : મોરબી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ સોમવારથી શરૂ કરવામાં આવશે.માત્ર લોહાણા સમાજના વિદ્યાર્થીઓને જ નોટબૂક આપવામાં આવશે.

મોરબી ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૦ને સોમવાર થી દરરોજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતેથી કરવામા આવશે.

પ્રવર્તમાન વર્ષે લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ સ્વ.અમૃતલાલ લીલાધરભાઈ કોટક પરિવાર,સ્વ.પૂનમચંદભાઈ લીલાધર ભાઈ કોટક પરિવાર,પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર,સી.પી.પોપટ પરિવાર,મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કન્સટ્રક્શન) પરિવાર, પ્રતાપભાઈ વાલજીભાઈ ચગ પરિવાર, સ્વ.મનુભાઈ લીલાધરભાઈ ઠક્કર (ભાણાભાઈ દલાલ) પરિવાર, જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી (આમરણ વાળા) પરિવારના સહયોગથી કરવામા આવશે.જેમા વિદ્યાર્થીની માર્કશીટની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે.તેમ સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

- text

નોટબુક વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, જીતુભાઈ પુજારા, નિર્મિતભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, નિકુંજભાઈ કોટક, અજયભાઈ કોટક, ચુનીભાઈ કોટક, હીરાલાલ કોટક, ઓજસભાઈ રવેશિયા, વિજયભાઈ અનડકટ સહીતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text