હવે તસ્કરોની “દી” પાળી ! હળવદના સરા રોડ ઉપર ધોળા દિવસે ચોરી : તસ્કર કેમેરામાં કેદ

- text


તસ્કરે ફાઇનાન્સિયલ સર્વિસ નામની ઓફીસના ગલ્લામાંથી રોકડ ચોરી ગયા

હળવદ : તસ્કરો હળવદ શહેરનો પીછો ન મુક્તા હોય તેવી સ્થિતિ વચ્ચે રાત્રીના અંધકારમાં જ ત્રાટકતા તસ્કરો હવે હળવદમાં ધોળે દિવસે પણ ચોરીને અંજામ આપતા હોવાનો કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજરોજ હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ પૂજારા ફાઇનાન્સિયલ સર્વિસ નામની ઓફિસમાં તસ્કરો ધોળે દિવસે કળા કરી ગયા હતા અને ઓફિસના કાઉન્ટરમાં પડેલ રોકડા રૂપિયા 3300 ઉઠાવી ગયા હતા. જો કે, ચોરીની આ ઘટનામાં તસ્કરોની ચોરી કરવાની કળા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા આ વીડિયો પણ વાઇરલ થવા પામ્યો છે.

વિડિઓ જુવા માટે આ લિંક પર ક્લિક કરો….. https://fb.watch/dGSzEyIjyA/

- text

- text