હળવદમાં ઘોડીપાસાની જુગાર કલબ ઝડપાઇ : આઠ જુગારી પકડાયા

- text


હળવદ : હળવદ શહેરના કન્યા છાત્રાલયની બાજુમા વિશ્વાપાર્કમાં બંધ મકાનમાં ઘોડીપાસા કલબ ધમધમતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા આઠ જુગારીઓને રૂપિયા 1,53 લાખથી વધુના મુદામાલ સાથે પકડી લેવાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ કન્યા છાત્રાલયની બાજુમા આવેલ વિશ્વાપાર્કમાં આરોપી હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા પોતાના કબ્જા ભોગવટા મકાનમાં ઘોડીપાસાનો હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે પોલીસે રેઈડ કરતા હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા, શામજીભાઇ ઉર્ફે ભીખો ભાવજીભાઇ ફીછળીયા, મુસ્તુફા સબીરભાઇ નોકર, અલ્પેશભાઇ ઉર્ફે અપ્પુભાઇ વજાભાઇ ભરવાડ, વિકિન ઉર્ફે વિકીભાઇ જશુભાઇ શાહ, રણછોડભાઇ મેહુલભાઇ મુધવા, મેહુલભાઇ રમણીકભાઇ ગોઠી અને નીલેશભાઇ રમણીકભાઇ ગોઠી રોકડા રૂપિયા 1,27,730 સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન મોબાઈલ ફોન નંગ-4 કિંમત રૂપિયા 25,500 સહિત 1,53,230નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

આ સફળ કામગીરી હળવદ પોલીસ ઈન્સપેકટર એમ.વી.પટેલ, એ.એસ.આઇ સી.એસ.કડવાતર, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, પો.કોન્સ. રામદાન ધીરૂદાન ટાપરીયા, બીપીનભાઇ મંગળભાઇ પરમાર, ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ અને દિપકસિંહ દશરથસિંહ સહિતના સ્ટાફે કરી હતી.

- text