ટંકારાનો ટાઇલ્સ માર્કેટિંગ કરતો યુવાન લાપતા

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે રહેતો રવી અશોકભાઈ વામજા નામનો ટાઇલ્સ માર્કેટિંગનો વ્યવસાય કરતો યુવાન ગત તા.6ના રોજ ઘેરથી માર્કેટિંગમાં જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બનતા પરિવારજનોએ ગુમસુધા નોંધ કરાવી છે. રવી એકાળુ પેંટ તથા સફેદ ટીશર્ટ પહેરેલ છે. અને વાને ઘઊવર્ણો ઊચાઈ 5 ફૂટ થી 6 ફુટ ની છે તે નંબરના ચશ્મા પહેરેલ છે અને ટુકી કાળી દાઢી રાખે છે. જો કોઈને યુવાન વિશે જાણકારી મળે તો પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે.

- text