મોરબીના એક આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની બદલી, નવા 4ની નિમણુંક

- text


મોરબી : રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા રાજ્યના 177 આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં ફરજ બજાવતા નેહા વાઘજિયાણીની ચોટીલા બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદથી હર્ષેન્દુ પંચાલ અને આણંદથી કિશોરકુમાર ફટાણીયા તથા હિંમતનગરથી ચિસ્તી મોહમદ આરીફ ઇસ્માઇલ મિયાની મોરબી બદલી કરવામાં આવી છે. જ્યારે માંડવીથી નીતિન જોગીની ટંકારા બદલી કરવામાં આવી છે.

- text