વાંકાનેરમાં ગાળો બોલવા મુદ્દે બે પરિવારો વચ્ચે બઘડાટી : સામસામી ફરિયાદ

- text


છૂટથી લાકડાના ધોકા ફેરવાતા પાંચ લોકો ઘાયલ

વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ગાળો બોલવા પ્રશ્ને બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી જતા લાકડાના ધોકા છૂટથી ફેરવવામાં આવતા બન્ને પક્ષે પાંચ લોકોને ઇજાઓ પહોંચતા વાંકાનેર સિટી પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવમાં વાંકાનેર નવાપરા નિશાળ સામેની શેરીમાં રહેતા ધીરૂભાઇ બીજલભાઇ અદગામાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આરોપી

(૧) હકાભાઇ નારણભાઇ (૨) અનીલભાઈ રમેશભાઈ (૩) સુનીલભાઈ કમાભાઈ (૪) વિજય કમાભાઈ (૫) તુષારભાઈ મુકેશભાઈ (૬) રાજનભાઈ હકાભાઈ (૭) અર્જુનભાઈ હકાભાઈ (૮) વિશાલભાઈ રમેશભાઈ તથા ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ પોતાના પુત્રને ગાળો કાઢી તેમના ઘરે આવી હુમલો કરતા ફરિયાદી ધીરુભાઈ તેમના પત્ની રંજનબેન અને દીકરા જીગ્નેશને ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ જાનથી મારી નાખવા ધમકી આપી હોવાનું જાહેર કરતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૯,૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text

જ્યારે સામાપક્ષે રમેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ બાબરીયા, રહે.ખડીપરા વિસ્તાર નવાપરા વાળાએ આરોપી (૧) ધીરૂભાઇ બીજલભાઇ અદગામા (૨) રંજનબેન ધીરૂભાઇ અદગામા તથા (૩) જીગ્નેશ ધીરૂભાઇ અદગામા વિરુદ્ધ તેમના ભાણેજ ભાણેજ અનીલ રમેશ વણોદાને જીગ્નેશે ગાળો આપી હોય ઠપકો આપવા આરોપીના ઘરે જતા આરોપીઓએ ફરીને જેમફાવે તેમ ગાળો બોલી ત્રણેય આરોપીઓએ લાકડી વતી માથામા તથા ડાબા હાથે ત્રણ ચાર ઘા મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text