મોરબીમાં દારૂ – બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ટ્રક ચાલકના રહેણાંક મકાનમાંથી રૂપિયા 14,600ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઈ આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા ટ્રક ચાલક જયેશભાઇ જગદીશભાઇ પરમારે પોતાના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયરનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો.

- text

દરોડા દરમિયાન આરોપીના કબજા ભોગવટા વાળા મકાનમાંથી અલગ અલગ કંપનીની વિદેશી દારૂની 24 બોટલો કિંમત રૂપિયા 13,800 તેમજ બીયર ટીન નંગ-8 કિંમત રૂપિયા 800 મળી કુલ કિ.રૂ. 14,600નો મુદ્દામાલ મળી આવતા સિટી બો ડિવિઝન પોલીસે આરોપી જયેશભાઇ જગદીશભાઇ પરમારને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text