મોરબીમાં મેઘરાજાનું ગુડ મોર્નિંગ : ઝરફર જમાવટ 

- text


સવારથી મેઘાવી માહોલ છવાતા આહલાદક વાતાવરણ જામ્યું 

મોરબી : પ્રિમોન્સૂન એક્ટિવિટી વચ્ચે આજથી રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયું છે ત્યારે આજે સવારથી મોરબીમાં ઝરફર – ઝરફર વરસી મેઘરાજાએ મોરબીવાસીઓને ભીની-ભીની મસ્ત મજાની ગુડમોર્નિંગ કહી છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોરબી જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે દરરોજ મેઘરાજા નોંધપાત્ર હાજરી પુરાવી રહ્યા છે ત્યારે રાજ્યમાં 15જૂનથી સતાવાર ચોમાસાનું આગમન થતું હોય આજે મેઘરાજાએ ચોમાસાના આગમનની છડી પોકારવાની સાથે ઝરફર મેહુલો વરસાવતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે.

- text

- text