ધ બર્નિંગ બાઈક ! મોરબીમાં બાઈક અગનગોળો બન્યું

- text


મોરબી : મોરબી શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આજે સવારના સમયે પસાર થઈ રહેલ એક બાઈક અચાનક અગનગોળો બનતા થોડો સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના સમયે રેલવે સ્ટેશન રોડ ઉપર ઓવર ટેઈક કરી રહેલ એક બાઇકમાં અચાનક બ્લાસ્ટ થવાની સાથે હેડલાઈટના ભાગેથી આગ લાગતા પળવાર જ આ બાઈક અગનગોળો બની ગયું હતું અને બાઇકમાં બેઠેલા બે ઈસમો તાત્કાલિક નીચે ઉતરી જતા કોઈ જાનહાની કે ઇજાઓ પહોંચી ન હતી.

- text

અચાનક બાઈક સળગી ઉઠતા થોડો સમય રોડ ઉપર અફડા તફડીનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

- text