મોરબી બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સમારોહ યોજાયો

- text


 

બે યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને 22 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યાં

મોરબી: સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ – મોરબી દ્વારા 18મો સમૂહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિત સમારોહ તારીખ 12 જૂનને રવિવારના રોજ ધામધુમ પુર્વક ઉજવાયો હતો.

સંસ્થા દ્વારા છેલ્લા 38 વર્ષથી દર બે વર્ષે સમસ્ત બ્રહ્મ પરિવારના દીકરા તેમજ દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સમારોહમાં બે યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને 22 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યાં હતા.

આ સમારોહમાં દીકરીઓને કરિયાવરમાં 135 થી વધુ વસ્તુ અને બટુકોને ૩૦ થી વધુ વસ્તુઓ દાતાઓ તરફથી આપવામાં આવી હતી. આ સમારોહમાં આચાર્ય પદે વિમલભાઈ જોશી, અમિતભાઈ પંડ્યા તથા આશિષભાઈ મહેતા દ્વારા વૈદિક મંત્રોચારથી વિધિ સંપન્ન કરાઈ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા તથા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર તેમજ સર્વે ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઊઠાવી હતી.

- text

- text