ચરાડવા વીજ કચેરીમાં પાંચ ગામના ખેડૂતોનું વીજ ધાંઘીયા મામલે હલ્લાબોલ

- text


અણીના સમયે પૂરતી વીજળી ન મળતી હોવાની તેમજ એગ્રીમેન્ટ કર્યા છતાં કનેક્શનો ન આપતા હોવાની ખેડૂતોની ઉગ્ર રજુઆત

હળવદ : હળવદ પંથકમાં હાલ વાવણીનો સમય નજીક હોય અને ખેતી માટે પૂરતા પ્રમાણ વીજળી મળવી જોઈએ એના બદલે અપૂરતી વીજળી મળતા રોજ રોજના વીજ ધાંઘીયા ખેડૂતો વિફર્યા હતા અને હળવદના પાંચ ગામના ખેડૂતોએ ચરાડવા વીજ કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. તેમજ ખેડૂતોએઅણીના સમયે પૂરતી વીજળી ન મળતી હોવાની તેમજ એગ્રીમેન્ટ કર્યા છતાં કનેક્શનો ન આપતા હોવાની ઉગ્ર રજુઆત કરી હતી.

- text

હળવદ તાલુકાના રણછોડ ગઢ, પાંડાતીરથ, ચરાડવા, નવા દેવાળીયા, સહિતના પાંચ ગામોના ખેડૂતો સિંચાઈ માટે અપૂરતી વીજળી મળતી હોવાની ફરિયાદ સાથે ચરાડવાની વીજ કચેરી ખાતે રજુઆત કરવા દોડી ગયા હતા અને પીજીવીસીએલના અધિકારીઓ સમક્ષ ખેડૂતોએ ઉગ્ર રજુઆત કરી હતી કે, હાલ ખેતી માટે વીજળીની તાતી જરૂરિયાત છે. પણ ખેતી માટે પૂરતી વીજળી આપવામાં આવતી નથી. જેથી સિંચાઈ કામ યોગ્ય રીતે થઈ શકતું નથી. આ ઉપરાંત જે ખેડૂતોએ કનેક્શનો મેળવવા એગ્રીમેન્ટ કર્યા હોવા છતાં તેમને વીજ કણેશન આપવામાં આવતા નથી અને વીજ કનેક્શન ન હોવા છતાં બિલ આવતા હોવાની તેમજ ખેતી માટે વીજ કનેક્શન આપવામાં લાગવગ અને સગાવાદનો તંત્ર ઉપર આક્ષેપ કર્યો હતો અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવા તેમજ એગ્રીમેન્ટ કરનારને તાકીદે કનેક્શનો આપવાની માંગ કરી છે.

- text