લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ દ્વારા રવિવારે રાહતદરે ચોપડાનું વિતરણ

- text


સ્કુલ સ્ટેશનરી પણ રાહત ભાવે મળશે

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.19/6/2022 ને રવિવારના રોજ સવારે 9:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી લોહાણા મહાજન વાડી, સુધારા શેરી, સરદાર રોડ, ફાયર સ્ટેશનની બાજુમાં રાહતદરે ચોપડા વિતરણ કરાશે.

રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણમાં ફક્ત રૂ. 80માં 144 પેઇઝના 7 ચોપડા વર્ષ 2022ની ઓરીજનલ માર્કશીટ ઉપર જ મળશે. કોઈપણ જ્ઞાતિ, ધોરણના વિદ્યાર્થીઓને એક રીઝલ્ટ ઉપર એક જ સેટ આપવામાં આવશે. આ સાથે અન્ય સ્કૂલ સ્ટેશનરી પણ એકદમ રાહત ભાવે મળશે.

- text

દરેક મહિલાઓને સેનેટરી પેડ (10 નંગનું પેકિંગ) તદ્દન ફ્રી સાથે સેનેટરી પેડના ફાયદા અંગેની પત્રિકા ઉપરાંત પક્ષી પ્રેમીઓને ચકલીના માળા પણ તદ્દન ફ્રીમા આપવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે સ્ટોક હશે ત્યાં સુધી તેમજ વહેલા તે પહેલાના ધોરણે ચોપડા વિતરણ કરવામાં આવશે. અન્ય કોઈપણ સેવાકીય પ્રવૃત્તિ માટે ડોનેશન આવકાર્ય છે. ડોનેશન માટે તેમજ વધુ માહિતી માટે મોબાઇલ નંબર 98252 91313 પર સંપર્ક કરવો.

- text