સ્કૂલ યુનિફોર્મમાં 20 ટકાનો વધારાથી વાલીઓમાં દેકારો

- text


શાળાઓ શરૂ થઈ છતાં પુસ્તકોમાં હજુ 30 ટકા ઘટ

મોરબી : મોરબીમાં ઉનાળુ વેકેશન પૂરું થતાની સાથે જ શાળા શરૂ થતાં વાલીઓની ચિતા વધી છે. સ્ટેશનરીના ભાવ તેમજ યુનિફોર્મના વધેલા ભાવે વાલીઓની રાડ ફાટી ગઈ છે. જેમાં સ્કૂલ યુનિફોર્મમાં 20 ટકાનો વધારાથી વાલીઓમાં દેકારો મચી ગયો છે. જો કે સ્કૂલો ચાલુ થઈ ગઈ હોવા છતાં પુસ્તકોમાં હજુ 30 ટકા ઘટ હોવાથી આમાં ક્યાંથી ભણે ગુજરાત તેવો વેધક સવાલ ઉઠ્યો છે.

મોરબીમાં શાળા પ્રારંભ સાથે પોતાના સંતાનોની સ્ટેશનરી માટે વાલીઓનો સ્ટેશનરીની દુકાનોમાં ભારે ઘસારો થયો છે. જો કે આ વખતે કાગળના ભાવમાં 30 ટકાનો ભાવવધારો થતા નવનીત, સ્વાધ્યાયપોથી સહિતના પુસ્તકોમાં 10થી15 ટકા ભાવો વધ્યા છે. જેમાં ગયા વર્ષે 1થી 8 ધોરણના પુસ્તકો રૂ.800માં મળતા હતા તે પુસ્તકો હવે 1 હજાર રૂપિયામાં મળે છે. જ્યારે પુસ્તકો હજુ પણ પૂરતા પ્રમાણમાં આવ્યા નથી. સ્ટેશનરીની દુકાનોમાં હજુ પણ 60 ટકા જેટલા જ પુસ્તકો આવ્યા હોવાનો અંદાજ છે.

- text

સ્ટેશનરીના સંચાલકોએ જણાવ્યું હતું કે, હજુ બાકીના પુસ્તકો આવતા આઠ-દસ દિવસની વાર લાગશે. હાલ ધો.5,6.7ના પુસ્તકો આવ્યા નથી. એ પણઆઠ-દસ દિવસમાં આવી જશે.સ્કૂલ યુનિફોર્મના ભાવમાં પણ 20 થી 30 ટકાનો ભાવવધારો થયો છે. એક તો સ્કૂલ ફી તગડી ઉપરથી આવી અગત્યની વસ્તુઓમાં ભાવો વધતા વાલીઓને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ થઈ છે.

- text