વરસાદ અપડેટ : ટંકારામાં 11 મિમી, માળિયામાં 8 મિમી વરસાદ નોંધાયો

- text


 

મોરબી ,વાંકાનેર અને હળવદમાં માત્ર મેઘાડંબર

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલની જેમ આજે પણ આખો દિવસ અસહ્ય બફારો રહ્યા બાદ સાંજે મેઘરાજા મહેરબાન થયા હતા. જો કે ટંકારમાં ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે અને તલાવડા, નાળા બે કાંઠે વહ્યા હતા. પણ સરકારી ચોપડે ટંકારમાં માત્ર 11 મિમી એટલે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. માળીયામાં પણ 8 મિમી વરસાદ નોંધાયો હતો.

- text

મોરબી જિલ્લામાં ગઈકાલની જેમ આજે સાંજે પણ મેઘસવારી આવી પહોંચી હતી. ખાસ કરીને ટંકારા અને માળીયા પંથકમાં સારો વરસાદ પડ્યો હતો. તેમાંય ટંકારામાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને ટંકારાના અમુક ગામોમાં ભારે વરસાદથી તલાવડા સહિતના છલકાયા હતા. ત્યારે સરકારી ચોપડે ટંકારામાં 11 મિમી વરસાદ પડ્યો હોવાનું સતાવાર રીતે જાહેર કરાયુ છે. માળીયામાં પણ 8 મિમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી માહોલ બંધાયો હતો. પણ મેઘાડંબર વચ્ચે માત્ર છાંટા પડ્યા બાદ વાદળો વિખરાયા હતા. આથી મોરબી, હળવદ અને વાંકાનેરમાં આજે વરસાદ નોંધાયો નથી.

 

- text