મોરબીમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો

- text


 

34 વર્ષના યુવક પોઝિટિવ, મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી નીકળી

મોરબી : મોરબીમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરના 34 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુમાં તેઓની મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જાણવા મળ્યું છે.

આજ રોજ મોરબી શહેરના 34 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેમણે કોરોના રસીના બંને ડોઝ લીધેલ છે. તેઓની તાજેતરમા જ મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ છે. તેમજ દર્દીની તબિયત સારી હોઈ હાલ હોમ આઇશોલેશનમાં સારવાર હેઠળ છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં 163 દર્દીની સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક દર્દી પોઝિટિવ આવતા એક્ટિવ કેસની સંખ્યા 2 થઈ છે.

- text