ડબલ ટ્રેકના કામને કારણે રામપરડા અને અમરસર સ્ટેશન પર ટ્રેનોના આગમનના પ્લેટફોર્મ નંબરમાં ફેરફાર

- text


મોરબી: રાજકોટ રેલવે ડિવિઝનના રાજકોટ-સુરેન્દ્રનગર સેક્શનના રામપરડા સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે, 13 અને 14 જૂન, 2022ના રોજ, ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પર આવવાને બદલે નોન-પ્લેટફોર્મ લાઇન પર આવશે.

- text

તેવી જ રીતે, ડબલ ટ્રેકના કામને કારણે, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી આગામી સૂચના સુધી અમરસર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1ને બદલે પ્લેટફોર્મ નંબર 2 પર આવશે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અમરસર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 પર જવા માટે લાઇન નંબર 4 થી બનાવેલ માર્ગનો કાળજીપૂર્વક ઉપયોગ કરે.

- text