મોરબીના ઝીકયારી ગામ નજીક વીજળી પડતા એક મહિલાનું મોત

- text


વીજળી પડવાના કારણે વાડીએ કામ કરતા મહિલાનું હેબતાઈ જતા મૃત્યુ થયાનું અનુમાન

મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે દુર્ઘટનાઓ પણ સર્જાઈ છે. હળવદમાં સુંદરિભવાની ગામે ભારે વરસાદના કારણે દીવાલ પડતા ત્રણ લોકોના મૃત્યુ થવાના કરુંણ બનાવની સાથે મોરબી તાલુકાના ઝીકયારી ગામ નજીક વીજળી પડતા એક મહિલાનું મૃત્યુ નિપજ્યાની ઘટના સર્જાઈ છે.

- text

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઝીકયારી ગામ નજીક સાંજે જોરદાર કડાકા સાથે વીજળી પડી હતી. જેમાં વીજળી પડવાના કારણે જયસુખભાઈ રામજીભાઈ બાવરવાની વાડીએ કામ કરતા વર્ષાબેન કિશોરભાઈ અદગામા નામના મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં 108ની મહેન્દ્રનગરની ટીમના દીપિકાબેન પરમાર, હનીફ દલવાણી સ્થળ પર પોહચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તેમના શરીરે દાઝી જવાના કોઈ નિશાન ન હોય વીજળીના કડાકાથી હેબતાઈ જવાથી તેમનું મૃત્યુ થયાનું અનુમાન સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text