વરસાદ અપડેટ : સરકારી ચોપડે વાંકાનેરમાં 9, ટંકારામાં 7 અને મોરબીમાં માત્ર 2mm વરસાદ નોંધાયો

- text


વાંકાનેર અને હળવદ પંથકના અમુક ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં અસહ્ય બફારાની વચ્ચે આજે રવિવારે સાંજે મેઘરાજાની સવારી વાજતે ગાજતે પોહચી હતી. વાંકાનેર, હળવદ અને મોરબી પંથકના અમુક ગામોમાં ભારે 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે સરકારી ચોપડે કોઈ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. સરકારી તંત્રના જણાવ્યા મુજબ રાત્રે 8 વાગ્યા સુધીમાં મોરબીમાં માત્ર 2mm અને વાંકાનેરમાં 9mm જ્યારે ટંકારામાં 7mm વરસાદ જ નોંધાયો છે. જો કે વાંકાનેર અને હળવદના અમુક ગામોમાં તેમજ મોરબી વાંકાનેર હાઇવે પટ્ટી પરના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ પડયાના સમાચાર છે.

- text

જ્યારે મોરબી શહેરમાં સામાન્ય વરસાદ સાથે જ મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. અને વાવડી રોડ પર પાલિકાના સ્ટ્રીટ લાઈટના થાંભલાઓમાં શોર્ટ આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જ્યારે મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે પર સાંજે પડેલા વરસાદના કારણે હાઇવે પર અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાય હતી. હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પર પાણી નિકાલની જગ્યાઓની યોગ્ય સફાઈના અભાવે પાણી ભરાવાની સમસ્યાનો વાહન ચાલકો ભોગ બન્યા હતા.

- text