આર્થિક સંકડામણથી કંટાળી મચ્છુ-૨ ડેમમા ઝંપલાવી યુવાનનો આપઘાત

- text


ધંધામાં મંદી આવતા મૂળ ટંકારાના હીરાપર ગામના વતની એવા મોરબીના યુવાને અંતિમ પગલું ભરી લીધું

મોરબી : મોરબીના જોધપર(નદી) ગામની સીમમા આવેલ મચ્છુ-૨ ડેમમા યુવાને ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં ધંધામાં મંદી આવતા આર્થિક સંકડામણથી કંટાળી યુવાને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું છે.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ટંકારાના હિરાપરના વતની અને હાલ મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલની બાજુમા આવેલ અમૃત હાઇટ્સ બ્લોક નં. ૫૦૨માં રહેતા જીતેન્દ્રભાઇ કેશવજીભાઇ લોહ (ઉ.વ. ૨૭) નામના યુવાને ગઈકાલે તા.૯ના રોજ મોરબી તાલુકાના જોધપર(નદી) ગામની સીમમા આવેલ જોગેશ્વર ફાર્મની બાજુમા મચ્છુ-૨ ડેમમા ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર મૃતકને ધંધામા મંદી હોય જેથી આર્થિક સંકડામણ હોય જેથી ગઇ તા. ૭ ના રોજ પોતાના ઘરેથી નીકળી જઇ આર્થિક સંકડામણથી કંટાળી જઇ પોતે પોતાની મેળે જોધપર(નદી) ગામની સીમમા આવેલ જોગેશ્વર ફાર્મની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમા ડુબી જઇને અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text