વાંકાનેરમાં પાંચ વર્ષ પૂર્વેના ઝઘડામાં છ શખ્સોએ યુવાનને ધોકાવ્યો 

- text


પિતાએ કરેલા ઝઘડાનો ખાર રાખી આરોપીઓએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ 

વાંકાનેર : વાંકાનેર શહેરમાં પાંચેક વર્ષ પિતા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી છ આરોપીઓએ યુવાનને ધોકાવી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પીપળીયારાજ ગામે રહેતા મોહમ્મદસીરાજભાઈ યુનુસભાઈ શેરસીયાના પિતાજીને પાંચેક વર્ષ પહેલા વાંકાનેર શહેરમાં રહેતા મામદ હુશેનભાઈ લાખા, ઈસ્માઈલ અસ્લમ, આદીલ કરીમ લાખા, મુનાફખાન યુસુફખાન, ફીરદોશ મુનાફ જુણેજા સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ગત તા.18ના રોજ બાપુના બાવલા પાસે લાકડી ધોકા સહિતના હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

બનાવ અંગે એક અજાણ્યા શખ્સ સહિત છ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ૧૪૩ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૩૨૩ ૫૦૪ ૫૦૬(૨) જી.પી એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text