મોરબીમાં મસ્તી કરવા મામલે બઘડાટી : તલવાર, છરી ઉડ્યા 

- text


લાતીપ્લોટમાં બનેલી ઘટનામાં ચારેક લોકો ઈજાગ્રસ્ત થતા સામસામી ફરિયાદ નોંધાઈ 

મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં મજાક-મશ્કરી કરવા જેવી સામાન્ય બાબતે બઘડાટી બોલી જતા પાઇપ, ધોકા, તલવાર અને છરીઓ ઉડતા ચારેક લોકો ઈજાગ્રસ્ત બનતા સામસામી ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ શેરીનં.8માં લુકસ ફર્નીચરવાળી શેરીમાં રહેતા રફીકભાઇ નુરમામદભાઇ જામે આરોપી સાજીદ શબીરભાઇ જેડા, નેકમામદ સલેમાનભાઇ ભટી, ફીરોજભાઇ નેકમામદ જેડા અને જાવેદ નેકમામદ ભટી રહે.મોરબી લાતીપ્લોટ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે આરોપી સાજીદ તેમની મસ્તી કરતો હોય મસ્તી કરવાની ના પડતા અન્ય આરોપીઓને બોલાવી હુમલો કર્યો હતો જેમાં રફીકભાઇને આરોપીઓએ તલવાર અને ધારિયા વડે ઈજાઓ પહોંચાડી નસીમબેન તથા નજમાબેનને પણ લોખંડના પાઇપ મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટ.૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

જયારે સામાપક્ષે સાજીદભાઇ શબીરભાઇ જેડાએ આરોપી રફીકભાઇ નુરમાદભાઇ જામ અને એજાજભાઇ નુરમાદભાઇ જામ વિરુદ્ધ મજાક મશ્કરી કરવા મામલે ઝઘડો થતા મશ્કરી નહીં કરવાનું કહેતા બન્ને શખ્સોએ મુંઢમાર મારી, છરી વડે છાતીમા તેમજ બંને પગના સાથળના ભાગે તેમજ બંને હાથમા આડેધડ ઘા મારી જીવલેણ ઇજા કરી ખુનની કોશીશ કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટ.૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text