હળવદના માથકમાં પ્રેમલગ્નનો ખાર રાખી વેવાઈએ વેવાઈનું અપહરણ કર્યું

- text


સસરાનું અપહરણ થતા પુત્રવધુએ પોતાના પિતા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ તાલુકાના માથક ગામે પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા પિતાએ જમાઈના પિતા એટલે કે વેવાઈનું અપહરણ કરતા આ મામલે ખુદ પુત્રીએ અગાઉ સસરાના અપહરણ અંગે હળવદ પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ અરજી કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા સાગર મગનભાઈ રિબડીયાએ થોડો સમય પૂર્વે મુકેશભાઇ કાળુભાઇ રાવલદેવની પુત્રી રેખા સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા.

- text

આ બાબતનો ખાર રાખી આરોપી મુકેશભાઇ કાળુભાઇ રાવલદેવ અને તેની સાથેના માણસોએ સાગરના પિતા મગનભાઈનું રાયધ્રા નજીકથી કારમાં અપહરણ કરી જતા ખુદ આરોપી મુકેશભાઇ કાળુભાઇ રાવલદેવની પુત્રી રેખાએ તેના પિતાએ તેણીના સસરાનું અપહરણ કરવા મામલે હળવદ પોલીસને અરજી કર્યા બાદ મગનભાઈના પુત્ર મહેશભાઇ મગનભાઇ રિબડીયાએ આરોપી વિરુદ્ધ અપહરણ કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૫,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text