મોરબીમાં કાર પાસિંગ મામલે ઓટો બ્રોકરને બે શખ્સોએ માર માર્યો

- text


શનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલ પંપ નજીક બનેલી ઘટના

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર બહારના રાજ્યની કાર ખરીદનાર વ્યક્તિ અને સાથે આવેલા અન્ય શખ્સે કાર પાસિંગ મુદ્દે ઓટો બ્રોકરને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અને વાહન લે-વેચ અને લોન વિમાનું કામ કરતા મુકેશભાઇ રણમલભાઇ સોઢીયાએ દેવકરણભાઇ અણદાભાઇ પરમારને બહારના રાજ્યમાંથી વેન્યુ કાર ખરીદ કરાવી હતી જેનું પાસિંગ બાકી હોવાથી આરોપીએ ફોન કરી મુકેશભાઈને બોલાવ્યા હતા.

- text

દરમિયાન ગઈકાલે બપોરે મુકેશભાઈ શનાળા રોડ ઉપર છોટાલાલ પંપ પાસે આરોપી દેવકરણભાઇ અણદાભાઇ પરમારને મળતા ગાડીનું પાસિંગ ક્યારે થશે તેમ પૂછતાં આવતીકાલે થઈ જશે તેવો જવાબ મુકેશભાઈએ આપતા આરોપી દેવકરણભાઇ અણદાભાઇ પરમાર અને મોરભાઇને સારું નહિ લાગતા ગાળો ભાંડી મુકેશભાઈ સાથે છુટા હાથની મારામારી કરતા મુકેશભાઈને ઇજાઓ પહોંચી હતી.

ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઓટો બ્રોકર મુકેશભાઈની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૪૭, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text