માળીયા(મી.)ની સાર્વજનિક હાઈસ્કૂલનું ધો-12 સામાન્ય પ્રવાહનું 85.19 % પરિણામ

- text


માળીયા(મી.) : આજ રોજ ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવેલ હતું.જેમાં સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના વિદ્યાર્થીઓએ 85.19% મેળવ્યું છે

- text

સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઝળહળતું પરિણામ લાવ્યા છે.જેમાં ધોરણ-12માં વિઠલાપરા ઉત્તમ 93.94 PR,ઉપાસરીયા પાયલ 92.40 PR,લોરિયા દિપક 91.85 PR, પારઘી શ્રદ્ધા 84.93 PR અને કૈલા અર્પિત 84.67 PR મેળવી શાળામાં ટોપ ફાઈવ નંબરે પાસ થયેલ છે.તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શાળા આવેલ હોવા છતા સખત મહેનત અને નિષ્ઠા પૂર્વક અભ્યાસ કરી 85.19% જેટલું ઉચ્ચ પરીણામ મેળવવાં બદલ સર્વે વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્ય એમ. આઈ. પટેલ તથા તમામ શિક્ષકગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text