હળવદના વોર્ડ નં.૧માં પાણી પ્રશ્ન હલ કરવા નગરપાલિકાના પ્રમુખને રજુઆત

- text


હળવદ : હળવદ નગરપાલિકાના વોર્ડ નં.૧ વસ્તીની દ્રષ્ટિએ મોટો વિસ્તાર છે.આ વિસ્તારમાં દરેક લોકોને પાણી પહોંચતું નથી.તેમજ અમુક ઘરોમાં નવી પાણીની લાઈનો આપવાની પણ બાકી છે.આથી સત્વરે પાણી પ્રશ્ન હલ કરવા ભારતીય જનતા પાર્ટીના યુવા મહામંત્રીએ નગરપાલિકાના પ્રમુખને રજુઆત કરી છે.

હળવદ નગરપાલિકાના વોર્ડ નં.૧માં સ્ટેશન રોડથી ગોલેશ્વર મંદીર સુધી,પોલીસ લાઇન પાસે,કરાંચી કોલોની પાસે,તથા પ્રજાપતિની વાડીની આજુબાજુનો મોટો વિસ્તાર સમાવેશ થાય છે.જે વસ્તીની પ્રમાણમાં મોટો વિસ્તાર હોય બધા કુંટુંબોના ઘર સુધી પાણી પહોંચતુ નથી એટલે કે પાણીની સમસ્યા ઉદભવે છે.તેમજ નાલા પાછળના વિસ્તારમાં પણ પાણીની સમસ્યા રહેલી છે.

- text

તેમાં પણ ઉનાળાના સમયગાળામાં આ પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને નવી લાઇનના જોઇન્ટ આપવામાં બાકી છે.અમુક લાઇનમાં કચરો/ડાટા પણ આવી ગયેલ છે.

આમ આ સમસ્યા ધ્યાને લઇ આ વિસ્તારમાં સંપ બનાવી આપવા તથા નવા લાઇનના જોઇન્ટ અપાવવા તથા જુની લાઇન સાફ કરી આપવા ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ અશોકભાઈ પ્રજાપતિએ નગરપાલિકાના પ્રમુખને રજુઆત કરી છે.

- text