માળિયા(મિ)ના ગામોમાં નવા નાલા બનાવવા તેમજ અધૂરા કામો પૂર્ણ કરવા રજૂઆત

- text


 

માળીયા (મી) : માળીયા મિયાણા તાલુકાના ક્રિષ્નાનગર અને મોટા દહીસરા ગામમાં નાલાના અધૂરા કામો તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ નવા નાલા બનાવવા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માર્ગ અને મકાન પંચાયત મોરબીના કાર્યપાલક ઇજનેર લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

રજૂઆતમાં જણાવ્યું છે કે માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામથી કુંતાસી ગામ જતા રસ્તા પર નાલા પુલીયાના કામ અધુરા હોવાથી ગામલોકોને આવવા-જવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ ક્રિષ્નાનગરથી મોટા દહીસરા ગામે જતા રસ્તા પર આવતું તળાવવાળું નાલુ જર્જરિત હાલતમાં હોય તેથી પણ લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

ત્યારે ચોમાસા પહેલા નાલા પુલીયાના કામો તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆતના અંતે જણાવ્યું છે.

- text