માળીયા તાલુકાને વિકસિત બનાવવા માટે સામાજિક કાર્યકરે તંત્ર સામે જંગ છેડી

- text


બસ સ્ટેન્ડ, મામલતદાર કચેરીનું નવ નિર્માણ, સ્ટેટ હાઇવેને જોડતા ખરાબ માર્ગો સહિતના અનેક પ્રશ્નોને લઈ આંદોલનના મંડાણ

મોરબી : માળીયા તાલુકો માત્ર મોરબી જિલ્લાનો જ નહીં પણ પુરા રાજ્યનો સૌથી વધુ વિકાસની દ્રષ્ટિએ પછાત તાલુકો ગણાય છે. વર્ષોથી માળીયા તાલુકામાં વિકાસના નામે શૂન્ય છે. અનેક પ્રશ્નો વર્ષોથી લટકે છે. નવા કામો તો થયા નથી.પણ હયાત સુવિધાઓ હતી તે પણ છીનવાઈ ગઈ છે. આથી માળીયા તાલુકાને વિકસિત બનાવવા માટે સામાજિક કાર્યકરે તંત્ર સામે જંગ છેડી છે અને જ્યાં સુધી આ પ્રશ્નોનો નિકાલ ન કરાઇ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.

માળીયામાં બસ સ્ટેન્ડ, તાલુકા વિકાસ અધિકારી કચેરી, પશુ દવાખાનું, મામલતદાર કચેરીનું નવ નિર્માણ, વાંઢ વિસ્તારમાં વીજ કનેક્શનો આપવા, માળીયાની સરકારી હોસ્પિટલમાં અધિક્ષક સહિતની ખાલી જગ્યા ભરવા, હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર જર્જરિત હાલતમાં હોય રીનોવેશન કરવા, માળિયામાં ફરીથી એસએસસી બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ચાલુ કરવા, માળીયામાં સ્ટેટ હાઇવેને જોડતા માર્ગો બિસ્માર હોય, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ખરાબ માર્ગોની હાલત સુધારવા, રેલવે જંકશન પરથી પસાર થતી તમામ ટ્રેનોનો સ્ટોપ આપવા, આંગણવાડી બંધ હાલતમાં હોય ચાલુ કરવી, એટીએમ સુવિધા ચાલુ કરવી સહિતના અનેક પ્રશ્ને સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈએ અગાઉ સ્થાનિક તંત્રથી માંડીને ઉચ્ચકક્ષાએ પણ રજુઆત કરી હતી અને આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. પણ તંત્રએ મચક ન આપતા અંતે સામાજિક કાર્યકરે આજે મામલતદાર કચેરી પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તેમના ટેકામાં સમર્થકો પણ જોડાયા છે.

- text

- text