ગેસના ભાવમાં રાહત આપી સિરામીક ઉદ્યોગને મંદીમાંથી ઉગારો

- text


મોરબી સિરામીક ઉદ્યોગકારો દ્વારા સાંસદ, રાજ્યમંત્રી સાથે રાજ્યના નાણાપ્રધાનને રજુઆત

મોરબી : છેલ્લા દસ-દસ મહિનાથી નેચરલ ગેસના બમણા જેવા ભાવ વધારા સામે સિરામીક ઉદ્યોગને ટકાવવા માટે ઝઝૂમી રહેલા ઉદ્યોગકારોએ આજે સાંસદ અને રાજ્યમંત્રીને સાથે રાખી રાજ્યના નાણામંત્રી સમક્ષ મંદીમાં ગરકાવ થયેલા સિરામીક ઉદ્યોગને બચાવી લેવા ગુહાર લગાવી હતી.

ઓગસ્ટ 2021 બાદ સિરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ પાઈપલાઈન ગેસના ભાવમાં બમણા જેટલો ભાવ વધારો થતા હાલની પરિસ્થિતીમા મોરબીનો સિરામીક ઉદ્યોગ ભયંકર મંદીના માહોલમા પસાર થઈ રહ્યો છે.આ સંજોગોમાં નેચરલ ગેસના ભાવ ઘટે એ ખૂબ જ જરૂરી હોય આજરોજ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજાની આગેવાનીમાં સિરામીક અગ્રણી ઉદ્યોગપતિઓ નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈને રૂબરૂ મળી પ્રવર્તમાન સ્થિતિથી અવગત કરાવી ગેસના ભાવમાં ઘટાડો કરવો અત્યંત જરૂરી હોવાનું ભાર પૂર્વક જણાવ્યું હતું.

- text

વધુમાં આજની આ રજુઆતમાં મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, ભૂતપૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોર ભાલોડીયા, કમીટી મેમ્બર અનિલ સુરાણી, પરેશ ઘોડાસરા, મહેન્દ્રભાઈ ફેફર સહિતના અગ્રણીઓ દ્વારા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગની મંદી મામલે વિસ્તૃત રજુઆત કરી નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવા માંગ કરતા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી.

- text