માળીયામાં જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર જીવલેણ હુમલો

- text


માળીયા પોલીસની ત્વરિત કાર્યવાહી, ચારેય આરોપીઓની ધરપકડ

માળીયા : માળીયા શહેરમાં અગાઉ થયેલા સામાન્ય ઝઘડામાં સમાધાન થઈ ગયુ હોવા છતાં ચાર ઈસમોએ યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ દાવલશાપીરની દરગાહની બાજુમાં ખોજા શેરીમાં રહેતા સલીમભાઇ કરીમભાઇ મોવરના કૌટુંબિક ભાઈને અગાઉ ઝઘડો થયો હોય જે બાબતનો ખાર રાખી આરોપી સદામ ભાઇ રમજાનભાઇ કટીયા, અબ્દુલભાઇ રમજાનભાઇ કટીયા, ઇમરાન ઉર્ફે ઇમલો રમજાનભાઇ કટીયા અને સિંકદરભાઇ ઇકબાલભાઇ ભટ્ટી, રહે. તમામ માળીયા વાળાઓએ ઝઘડો કરી ગાળો આપતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા પાઇપ વડે હુમલો કર્યો હતો.

- text

વધુમાં આ ઝઘડામાં વચ્ચે પડેલા સલીમભાઇ કરીમભાઇ મોવરને આરોપી સિંકદરભાઇ ઇકબાલભાઇ ભટ્ટીએ ગળાના ભાગે છરી ઝીકી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે માળીયા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ-૩૨૪,૫૦૪,૫૦૬(૨) ,૧૧૪, તથા GPA કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ચારેય આરોપીઓને તાત્કાલિક અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text