મોરબીમાં બીએસએનએલના નિવૃત કર્મચારીનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

- text


હાઈ બીપીની બીમારીને કારણે અંતિમ પગલું ભર્યાનું અનુમાન

મોરબી : મોરબીમાં બીએસએનએલના નિવૃત કર્મચારીએ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ બનાવની રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકે હાઈ બીપીની બીમારીને કારણે અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અને બીએસએનએલના નિવૃત કર્મચારી મગનભાઈ મોહનભાઇ મિયાત્રા (ઉ.વ.71) એ આજે સવારે 8 વાગ્યાની આસપાસ વાંકાનેરથી મોરબી તરફ આવતી ડેમુ ટ્રેન હેઠળ નટરાજ ફાટક પાસે પડતું મુકતા તેમનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસના અશ્વિનભાઇ સહિતના સ્ટાફે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રેલવે પોલીસે આ બાબતે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરતા પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતક 25 વર્ષથી હાઈ બીપીની બીમારીથી પીડાતા હતા. આથી આ બીમારીને કારણે તેઓએ આ પગલું ભરી લીધાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

- text